પ્રેમીએ સગાઇ કરવાની ના પાડતા તરૃણીએ ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું : પોલીસે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો

સુરત શહેરના નાના વરાછા વિસ્તારમાં ગુરુવારે સવારે  ૧૭ વર્ષની તરૃણીએ  ઝેરી દવા પીને જીવન ટુંકાવ્યું હતું. જોકે  તરૃણીએ ડોકટરને જણાવ્યું હતું કે, નીલેશે કીધું હતુ  કે, મરી જા. તરૃણીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું. જોકે  પોલીસે તેનો પ્રેમી નિલેશની સામે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

સ્મીમેર અને પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ભાવનગરના ગારીયાધાર ના વતની અને હાલમાં કાપોદ્રામાં નાના વરાછા વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષીય તરૃણી ગુરુવારે સવારે બાથરૃમમાં ન્હાવા માટે ગઇ હતી. બાદમાં તે ઉંધમાં નાખવાની દવા પી જતા બહાર નીકળતા અચાનક ઢળી પડતા પરિવારજનો સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. જયાં તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નીંપજયું હતું.તરૃણીએ મોત પહેલા ડોક્ટરને કહ્યુ કે,  આ પગલુ ભરવા પહેલા વડીયો બનાવ્યો હતો. જેમાં તેણે એવુ જાણાવ્યુ હતું કે, નિલેશે કીધુ હતુ કે મરીજા. ત્યારબાદ ડોકટરે કિધુ કે કોણ છે નિલેશ તો તેણે કહેલ કે મારો ઘરવાળો છે. આ અંગે તેમ આ વિડીયોમા જાણાવતી હતી. ત્યારબાદ ડોકટરે એ વીડીયો તેના પિતા અને માતાને દેખાડયો હતો. જોકે  કુવારી દીકરી કોઈ નિલેશને પોતાનો ઘરવાળો કહેતી હોવાથી પિતા અને માતા  સહિતના પરિવારજનો પણ ચોંકી ગયા હતા.એ વિડીયો ના આધારે તરૃણીના પિતા દ્વારા તરૃણીને મરવા માટે મજબૂર કરનાર નિલેશ બોરીચા સામે કાપોદ્રા પોલીસ મથકમાં આપઘાતની દુસપ્રેરણાનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

પોલીસે કહ્યુ કે, છેલ્લા બે ત્રણ વર્ષથી તરૃણી અને ભાગનગરમાં જેસરમાં ઇટીયા ખાતે રહેતો ૨૧ વર્ષીય નિલેશ બોરીચા વચ્ચે પ્રેમ સંબંધ હતો. બંને વચ્ચે ફોન પર વાત થઈ હતી. દરમિયાન નિલેશની સગાઈની અન્ય છોકરી સાથે વાત ચાલી રહી હોવાનું તેને કહ્યુ હતું. જેથી તરૃણીએ કહ્યુ કે, મારી સાથે તુ સગાઇ કર, પણ તે નિલેશે તેને સગાઇ કરવાની ના પાડતા તેને માંઠુ લાગતા આ પગલુ ભર્યુ હતું. જયારે તરૃણીના માતા-પિતા પ્રાઇવેટ સફાઈ કામદાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે. તેનો એક ભાઈ અને એક બહેન છે.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!