સુરત શહેરના ઉધના વિસ્તારમાં વ્યાજખોરનો આતંક જોવા મળ્યો હતો. રાહુલ સાબલે નામનો વ્યાજખોર 15 ટકા વ્યાજ વસૂલતો હતો અને રકમ ચૂકવ્યા છતાં પણ વધુ પૈસાની માગણી ફરિયાદી પાસે કરતો હતો. જોકે ફરિયાદીએ કંટાળીને આ વ્યાજખોર રાહુલ સાબલે વિરૂદ્ધ ઉધના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે અને ફરિયાદના આધારે વ્યાજખોર વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરીને તેની ધરપકડ કરી લીધી છે.
તમને જણાવી દઈએ કે રાહુલ સાબલે નામના વ્યાજખોરે એક વ્યક્તિને 1.50 લાખ રૂપિયા 15 ટકા વ્યાજે આપ્યા હતા. જો કે વ્યાજે પૈસા લેનારી વ્યક્તિએ 1.10 લાખ રૂપિયા ચુકવ્યા બાદ પણ વ્યાજપેટે રાહુલ 1.50 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતો હતો. જો કે એક દિવસ રાહુલ ચપ્પુ લઈને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જો કે આ સમગ્ર ઘટનાની જાણકારી પોલીસને કરવામાં આવતા પોલીસ ફરિયાદીની મદદે આવી અને વ્યાજખોર રાહુલ સાબલેને ઝડપી લઈને તેની વિરૂદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી છે.