ધામોદલા ગામેથી 26 ક્વિન્ટલથી વધુ ગૌમાંસ ઝડપી 4 આરોપીઓને જેલ ભેગા કરાયા

વાલોડના ધામોદલા ગામ પાસેથી પસાર થતી એક બોલેરો પીકઅપ ગાડીમાંથી પોલીસે કુલ 2690 કિલોગ્રામ ગૌમાંસનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ કેસમાં પોલીસે તપાસ તેજ કરી કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ સુત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગત ફેબ્રુઆરી માસમાં વાલોડના ધામોદલા ગામથી ડુંગર ગામ જતી રોડ પર એક શંકાસ્પદ બોલેરો પીકઅપ ગાડી નંબર MH-21-BH-2329 મળી આવી હતી. જેમાં તપાસ કરતા કંતાનના કોથળાઓમાં ભરેલ મોટા પ્રમાણમાં માંસનો જથ્થો મળી આવ્યો હતો. આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

તપાસ દરમિયાન પોલીસે આ ગુનામાં સંડોવાયેલા (1) ડેવિડ ઉર્ફે દેવળ ગામીત (રહે.અગાસવાણ, સોનગઢ) (2) સૈયદ ઉર્ફે સાહિલ ગામીત (રહે.વાઘપાણી, વ્યારા) (3) હનિફ ઉર્ફે તૌસીફ રફિક સૈયદ (રહે. લિંબાયત, સુરત) અને (4) સફિક રફિક સૈયદ (રહે. લિંબાયત, સુરત), આ ચારેય આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા આરોપીઓ પૈકી સફિક સૈયદ અને હનિફ સૈયદ સામે અગાઉ પણ સુરત શહેર અને ઓલપાડ પોલીસ સ્ટેશનમાં ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. સફિક સૈયદ વિરુદ્ધ અગાઉ ‘પાસા’ (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!