Navsari: સરકારી જમીન પરના ૮ ગેરકાયદેસર ઝીંગા તળાવો તોડવાની કાર્યવાહી

નવસારી: ગણદેવી તાલુકાના મેંધર ગામે સરકારી જમીન પર વહીવટી તંત્રની મંજૂરી વિના બનાવવામાં આવેલા ૮ ગેરકાયદેસર ઝીંગા તળાવો દૂર કરવાની કામગીરી બુધવારે શરૂ કરવામાં આવી હતી. ગ્રામજનોની ફરિયાદોને પગલે જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના આદેશથી રચાયેલી સમિતિ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.સમિતિના અધિકારીઓએ નકશા અને સ્થળની ચકાસણી કર્યા બાદ સરકારી જમીન પર દબાણ હોવાનું જણાતા ૨ JCB મશીનની મદદથી ઝીંગા તળાવો તોડી જમીન ખુલ્લી કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈપણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં નહીં આવે અને આવી પ્રવૃત્તિઓ સામે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

error: Content is protected !!