સુરતમાં પાડોશીએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ

સુરતમાં પાડોશીએ વિદ્યાર્થિની પર આચર્યું દુષ્કર્મ, વિદ્યાર્થિની ઘરેથી પુસ્તક લેવા માટે નીકળી હતી તે દરમિયાન પડોશી યુવક વિદ્યાર્થિનીને બાઇક પર લઇ ગયો હતો અને અવાવરુ જગ્યાએ લઇ જઇ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું હતું., પાંડેસરા પોલીસે આરોપી હિમાંશુ યાદવ નામના યુવકની કરી ધરપકડ કરી આરોપી સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

મળતી માહિતી પ્રમાણે સુરત શહેરના પાંડેસરામાં ધોરણ 9 ની વિદ્યાર્થીનીને ઝાડી-ઝાંખરામાં લઈ જઈ પરિચિત યુવકે દુષ્કર્મ આચર્યું છે, યુવક વિદ્યાર્થીને લલચાવી ફોસલાવીને બાઈક પર બેસાડીને લઈ ગયો હતો અને વિદ્યાર્થીનીને ગુપ્ત ભાગે લોહી નીકળવા લાગતા હિમાંશુ તેણીને કૈલાસ ચોકડી મૂકી નીકળી ગયો હતો, વિદ્યાર્થીની ઘરે પહોંચતા પરિવાર લોહીથી લથપથ કપડાં જોઈ ચોકી ઉઠ્યા હતા અને પરિવારે વિદ્યાર્થીની ને પૂછતા દુષ્કર્મ થયું હોવાનું છુપાવી માસિક હોવાનો જણાવ્યું હતું.પરિવાર વિદ્યાર્થીનીને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જતા વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ થયું હોવાનો ખુલાસો થયો હતો, પરિવારે પાંડેસરા પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે તપાસ કરતા પડોશમાં જ રહેતા યુવકે વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કર્યો હોવાનો ખુલાસો થયો હતો, પોલીસે આરોપી હિમાંશુ યાદવ વિરુદ્ધ દુષ્કર્મ સહિત પોસ્કો એક્ટનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!