નવી દિલ્હી : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા આતંકવાદી ગોલ્ડી બ્રાર અને અન્ય ગેંગસ્ટરની શોધ અને ધરપકડ માટે રોકડ ઈનામની જાહેરાત કરી હતી. ચંદીગઢમાં એક બિઝનેસમેનના ઘરે છેડતી અને ફાયરિંગના મામલામાં એનઆઈ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ બંને આતંકવાદીની ધરપકડ કરવા, કોઈપણ માહિતી માટે પ્રત્યેકને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી છે. એજન્સીએ વધુમાં કહ્યું કે માહિતી આપનારા વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે.
આતંકવાદી ગોલ્ડી બ્રાર અને અન્ય ગેંગસ્ટર RC-03/2024/NIA/DLI 8 માર્ચ, 2024 ના રોજ ચંદીગઢમાં એક વેપારીના ઘરે છેડતી માટે થયેલા ગોળીબાર સંબંધિત કેસમાં વોન્ટેડ છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ આ બંનેની શોધમાં તેની જાળ ફેલાવી છે અને તેમની ધરપકડની રાહ જોઈ રહી છે.
આરોપી સતવિંદર સિંઘ ઉર્ફે સતીન્દરજીત સિંહ ઉર્ફે ગોલ્ડી બ્રાર, શમશેર સિંહ, નિવાસી આદેશ નગર, શ્રી મુક્તસર સાહિબ શહર, પંજાબ અને આરોપી ગુરપ્રીત સિંહ ઉર્ફે ગોલ્ડી ધિલ્લોન ઉર્ફે ગોલ્ડી રાજપુરા, સુખજિંદર સિંહ, બાબા દીપ સિંહ , રાજપુરા, પંજાબના વિરુદ્ધ IPC, UA(P) એક્ટ અને આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ મામલો નોંધવામાં આવ્યો છે.
- NIA હેડક્વાર્ટર નવી દિલ્હી કંટ્રોલ રૂમ ટેલિફોન નંબર: 011-24368800, WhatsApp/ટેલિગ્રામ: +91-8585931100 ઈમેલ આઈડી: do.nia@gov.in
- NIA બ્રાન્ચ ઑફિસ, ચંદીગઢ ટેલિફોન નંબર: 0172-2682900, 2682901 WhatsApp/ટેલિગ્રામ નંબર: 7743002947 ટેલિગ્રામ: 7743002947 ઈમેલ આઈડી: info-chd.nia@gov.in
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા નિશાન બનાવવામાં આવેલા ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર અનેક હત્યાઓ અને હથિયારોની દાણચોરીમાં સામેલ હોવાનો આરોપ છે. પંજાબી ગાયક સિદ્ધુ મૂઝવાલાની હત્યા કેસમાં પણ ગોલ્ડી બ્રારને માસ્ટરમાઇન્ડ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં સુધી કે હત્યા માટે શાર્પશૂટર્સ પણ આપતો રહ્યો છે. ગોલ્ડીને આ વર્ષે ભારત સરકારે આતંકવાદી જાહેર કર્યો હતો.