શિક્ષા, રોજગારને લઇને NSUI રસ્તા પર ઉતર્યા

ગુરૂવારે પટનામાં NSUI અને યુવા કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે.રોજગાર અને શિક્ષાની માગને લઇને વિધાનસભાનો ઘેરાવ નીક્ળ્યા હતા તે સમયે રાજાપુર પુલ પાસે તેમને રોક્યા.આ વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ પણ થઇ હતી.

મળતી માહિતી પ્રમાણે બિહારમાં શિક્ષા, રોજગાર સિવાય અન્ય માગને લઇને NSUI અને યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ ગુરૂવારે પટનાના રોડ પર જોરદાર વિરોધ પ્રદર્શન કર્યુ. કાર્યકર્તા વિધાનસભાનો ઘેરાવ કરે તે પહેલા જ પ્રદર્શનકારીઓને પોલીસ દ્વારા રોકી લેવામાં આવ્યા હતા. પોલીસે રોક્યા બાદ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપી પણ થઇ હતી.પ્રદર્શનકારીઓ જ્યારે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તે સમયે પ્રશાસને પ્રદર્શન કારીઓને રોકવા માટે બેરિકેડિંગની વ્યવસ્થા કરી હતી. પરંતુ NSUIના કાર્યકર્તાઓ માન્યા નહીં અને બંને વચ્ચે ઝપાઝપી થઇ હતી.જેના કારણે પોલીસને બળનો પ્રયોગ કરવો પડ્યો હતો. પ્રદર્શન કારીઓને રોકવા પાણીનો ઉપયોગ કર્યો હતો.ગુરૂવાર સવારથી જ પ્રદર્શનકારીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.તેમનુ કહેવુ છે કે બિહાર સરકાર યુવાઓના ભવિષ્ય સાથે રમત રમી રહી છે અને શિક્ષા તથા રોજગારના ક્ષેત્રમા કોઇ યોગ્ય નીતિ નથી લાવવામાં આવી. હાલ વિરોધ પ્રદર્શનની જગ્યા પર પોલીસ તૈનાત છે અને સ્થિતિ નિયંત્રણમાં છે. પ્રદર્શનકારીઓનુ કહેવુ છે કે જો તેમની માગો પર કાર્યવાહી નહીં કરવામાં આવે તો તેમનુ આંદોલન ચાલુ રહેશે.

error: Content is protected !!