અસત્ય પર સત્યના વિજયના ભાગરૂપે સમગ્ર જિલ્લામાં દશેરા પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને જેમાં તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા પણ શસ્ત્ર પૂજા કરી જિલ્લામાં શાંતિ જળવાઈ રહે એ માટે દશેરા પર્વ નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી.
દશેરાના પર્વે સમગ્ર ગુજરાત રાજ્યમાં શસ્ત્ર પૂજન રાખવામાં આવતું હોય છે જ્યાં તેના ભાગ રૂપે તાપી જિલ્લા પોલીસ વિભાગ દ્વારા દશેરા પર્વ નિમિત્તે જિલ્લાના હેડક્વાટર્સ ખાતે શસ્ત્ર પૂજન રાખવામાં આવ્યું હતું અને જેમાં જિલ્લાના પોલીસ વડા રાહુલ પટેલ દ્વારા સમગ્ર શસ્ત્ર ની પૂજા કરવામાં આવી હતી અને સાથે સુખ શાંતિ બની રહે તે માટે વિશેષ પ્રાર્થના પણ કરવામાં આવી હતી અને આ પૂજામાં જિલ્લાના પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓ પણ વિશેષ રૂપથી જોડાયા હતા. માં આદ્યશક્તિના નવલા નોરતા બાદ દશેરાનો પર્વ આવતો હોય છે અને દશેરા પર્વનું મહત્વ પણ હોય છે. અને જ્યાં દશેરા પર્વ નિમિત્તે તાપી જીલ્લમાં પોલીસ વિભાગ દ્વારા શસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.જ્યાં દશેરા પર્વ નિમિત્તે પ્રાર્થના કરવામાં આવી હતી.