સુરતમાં કારોડોના ‘હીરા’ ની ચોરીના કેસમાં એક આરોપી ઝડપાયો

સુરતના પોલીસ વિભાગને એક મોટી સફળતા મળી છે જેમાં મહિધરપુરામાં કરોડો રૂપિયાના હીરાની ચોરીના કેસમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે આરોપી દલપતભાઇ રામજીભાઇ પુરોહિતને પોલીસે રાજસ્થાનમાંથી ઝડપી પડ્યો છે. આરોપી પાસેથી પોલીસે રૂ. 4 કરોડ અને 55 લાખની કિંમતનો હીરો પણ જપ્ત કરી લીધો છે. જો કે, આ કેસમાં મુખ્ય આરોપી સહિત 4 લોકો હાલ પણ ફરાર છે. દલપત પુરોહિતને હીરો સગેવગે કરવા માટે આપવામાં આવ્યો હતો.

આ કેસમાં સુરતના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદીના આરોપ મુજબ, મુખ્ય આરોપી હિતેશ પુરોહિતે ફરિયાદ પાસે હીરો બતાવા માટે માંગ્યો હતો. દરમિયાન, આરોપી હિતેશ અસલી હીરાની સામે જૂનો અને નેચરલ હીરો મૂકી ફરાર થઇ ગયો હતો. જે બાબતે ફરિયાદીએ હિતેશને ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું હતું કે, ‘હું હીરો બતાવીને આવું છું.’ જો કે, આરોપી પરત ન આવતા ફરી ફોન કર્યો તો ફોન સ્વીચ ઓફ આવતો હતો અને મોડે સુધી રાહ જોયા બાદ પણ આરોપી પરત આવ્યો નહતો. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા ફરિયાદીએ આરોપી હિતેશ વિરુદ્ધ મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં તપાસ કરતા પોલીસે હીરો જેને સગેવગે કરવા માટે આપ્યો હતો તેવા દલપત પુરોહિતની રાજસ્થાનમાંથી ધરપકડ કરી છે. આરોપી દલપત પાસેથી પોલીસે D કલરનો પ્યોરિટીનો 10.08 કેરેટનો હીરો પણ જપ્ત કર્યો છે, જેની કિંમત અંદાજે રૂ. 4 કરોડ અને 55 લાખ જેટલી થાય છે. જો કે, આ ઘટનાના મુખ્ય આરોપી હિતેશ સહિત હજુ 4 લોકોની ધરપકડ બાકી છે. તેમ સુરત શહેર ડીસીપી ભગીરથસિંહ ગઢવીએ કહ્યું હતું.

error: Content is protected !!