સુરત: સુરત ગ્રામ્ય એસ.ઓ.જી.એ પલસાણા-સચિન રોડ પર લોખંડની કેબિનમાં દરોડો પાડી ગાંજાના છૂટક વેચાણના આરોપસર શાન્તુ ઉર્ફે બંગાલી ચંદનેશ્વર પાત્રા (ઉ.વ. ૩૯)ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી ૨૩૬ ગ્રામ ગાંજો, મોબાઇલ અને રોકડ સહિત કુલ રૂ. ૧૭,૨૩૦નો મુદ્દામાલ કબજે કર્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપી છેલ્લા ત્રણ વર્ષથી ગાંજાનું વેચાણ કરતો હતો અને ચાર-પાંચ દિવસ અગાઉ સુરતના અશ્વિનીકુમાર વિસ્તારમાં રેલવે ટ્રેક પાસેથી અજાણ્યા શખ્સ પાસેથી ગાંજો મેળવ્યો હતો. ગાંજો પૂરો પાડનાર અજાણ્યા શખ્સને પોલીસે વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી સામે અગાઉ પણ પલસાણા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. કાયદા હેઠળ ગુનો નોંધાયો હોવાનું પોલીસએ જણાવ્યું છે.





