ઉત્તરાખંડમાં ગુટખા અને નિકોટીનયુક્ત પાન મસાલા પર એક વર્ષનો પ્રતિબંધ

દહેરાદૂન: ઉત્તરાખંડ સરકારે જાહેર આરોગ્યના હિતમાં ગુટખા, તમાકુ અને નિકોટીનયુક્ત પાન મસાલા પર એક વર્ષ માટે પ્રતિબંધ મૂક્યો છે. 13 ઓક્ટોબર, 2026થી અમલમાં આવેલા આ આદેશ મુજબ રાજ્યમાં આવા ઉત્પાદનોના ઉત્પાદન, સંગ્રહ, વિતરણ અને વેચાણ પર પ્રતિબંધ રહેશે.ફૂડ સેફ્ટી ઍન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનના કમિશનર વિનય શંકર પાંડેએ આ અંગેનો આદેશ જાહેર કર્યો છે. ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્સ ઍક્ટ, 2006 હેઠળ લેવાયેલા આ નિર્ણયનો હેતુ નાગરિકોના સ્વાસ્થ્યનું રક્ષણ કરવાનો છે. ખાદ્ય પદાર્થોમાં તમાકુ અને નિકોટીનના ઉપયોગ સામેના નિયમોના અમલને વધુ કડક બનાવવાની દિશામાં આ પગલું મહત્ત્વનું માનવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે ઉત્તરાખંડમાં અગાઉ 2013, 2015 અને 2019માં પણ આવા પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા. હવે રાજ્યના તંત્ર સામે પ્રતિબંધિત ઉત્પાદનોની ગેરકાયદે હેરફેર અને વેચાણ અટકાવવાનો પડકાર રહેશે. ( Courtesy )

error: Content is protected !!