ગાંધીનગર: ગુજરાતમાં શ્રમિકોની સુરક્ષા અને આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 કે તેથી વધુ શ્રમિકો ધરાવતાં કારખાનાં, બાંધકામ સ્થળો તેમજ ઔદ્યોગિક અને વ્યાપારી સંસ્થાઓ માટે ઓનલાઈન નોંધણી ફરજિયાત કરવામાં આવી છે.
શ્રમ આયુક્તની કચેરીના જણાવ્યા મુજબ, ગુજરાત સરકારના શ્રમ સેતુ પોર્ટલ મારફતે ‘ફોર્મ-1’ ઓનલાઈન ભરી નોંધણી કરાવવાની રહેશે. નવી સંસ્થાઓએ કોડ લાગુ થયાના 60 દિવસમાં, જ્યારે જૂની નોંધાયેલી સંસ્થાઓએ 180 દિવસમાં નોંધણી પ્રમાણપત્ર અપડેટ કરાવવાનું રહેશે.મેળવેલું નોંધણી પ્રમાણપત્ર સંસ્થાના મુખ્ય સ્થળે સ્પષ્ટ દેખાય તે રીતે પ્રત્યક્ષ અથવા ડિજિટલ સ્વરૂપે દર્શાવવું પણ ફરજિયાત રહેશે.





