લોકસભામાં વિપક્ષે NEET પેપર લીકનો મુદ્દો ઉઠાવ્યો, લોકસભા સોમવાર સુધી સ્થગિત કરાઈ

નવીદિલ્હી : 18મી લોકસભાના પ્રથમ સત્રના આજે 5માં દિવસે નીટ પેપર લીકના મુદ્દે સંસદમાં ભારે હોબાળો થયો હતો. શુક્રવારે રાષ્ટ્રપતિના સંબોધન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચા થવાની હતી, પરંતુ તે પહેલા વિરોધ પક્ષોએ સંસદના નિયમ 267 હેઠળ નીટ મામલે ચર્ચાની માંગ કરી હતી. વિરોધ પક્ષોમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને આમ આદમી પાર્ટીના સાંસદોએ આ માંગ ઉઠાવી હતી. પરંતુ તેના જવાબમાં પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા ઉભા થયા હતા. આ પછી તેમણે કહ્યું કે સરકાર આ મુદ્દે કાર્યવાહી કરી રહી છે. આ સાથે તેમણે વિપક્ષી પાર્ટીઓ પાસે ગૃહને સુચારૂ રીતે ચાલવા દેવાની માંગ કરી હતી.

પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ સરકારનો બચાવ કરતા કહ્યું કે નીટ પેપર લીક એ એક એવો મામલો છે જેની સાથે લાખો વિદ્યાર્થીઓ સંઘર્ષ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે સરકાર આ મામલે પહેલાથી જ કાર્યવાહી કરી રહી છે. આવી સ્થિતિમાં ગૃહની અંદર આવો હંગામો મચાવવાનું વ્યાજબી નથી. પૂર્વ વડાપ્રધાને કહ્યું કે, સમગ્ર મામલાની તપાસ બે-ત્રણ રાજ્યોમાં ચાલી રહી છે. ઘણા લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. મોટા ભાગના લોકોની પૂછપરછ ચાલી રહી છે. આવી સ્થિતિમાં, આપણે દરેકે ધીરજ રાખવી જોઈએ અને તપાસ એજન્સીઓને તેમનું કામ કરવા દેવું જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે હા, હું પણ સહમત છું કે ગેરરીતિઓ થઈ છે પરંતુ દેશમાં હજારો પરીક્ષાઓ લેવામાં આવે છે. શું આમાં કોઈ એક વ્યક્તિની જવાબદારી નક્કી કરી શકાય ?

લોકસભામાં શરૂ થયેલી કાર્યવાહી દરમિયાન વિપક્ષે નીટ મુદ્દે ચર્ચાને લઈને મચાવેલા હોબાળાને કારણે, આગામી સોમવાર સુધી ગૃહને મુલતવી રાખવામાં આવ્યું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ નીટનો મુદ્દો ઉઠાવ્યો હતો અને વિપક્ષના સાંસદો સાથે આ મુદ્દે ચર્ચાની માંગ કરી હતી. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ આગ્રહ સેવ્યો હતો કે રાષ્ટ્રપતિના સંબોધન પરના આભાર પ્રસ્તાવ પર પહેલા ચર્ચા કરવામાં આવે. પરંતુ વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે નીટ મુદ્દે ચર્ચા કરવા માંગીએ છીએ, જેથી ભારતના ભવિષ્યના તબીબ એવા વિદ્યાર્થીઓને સંદેશ આપવા માંગીએ છીએ કે, અમે આને એક મહત્વપૂર્ણ મુદ્દો ગણવામાં આવી રહ્યો છે. બાદમાં, ગૃહમાં ભારે હોબાળાને કારણે, લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ, લોકસભાની કાર્યવાહી આગામી 1 જુલાઈને સોમવારે સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દીધી હતી.

 

error: Content is protected !!