અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોરનો માર્ગ મોકળો

પાલનપુર: અંબાજી-ગબ્બર શક્તિ કોરિડોર માટે જમીન સંપાદનના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે બનાસકાંઠા કલેક્ટરના જમીન સંપાદન અંગેના આદેશોમાં દખલ કરવાનો ઇનકાર કર્યો હતો.અંબાજી કેળવણી મંડળે જમીનનો ઉપયોગ કન્યા શાળા અને રમતના મેદાન માટે થતો હોવાનું જણાવી વાંધો ઉઠાવ્યો હતો. જોકે, રાજ્ય સરકારે જમીન સરકારી માલિકીની હોવાનું અને જાહેર હેતુ માટે જરૂરી હોવાનું રજૂ કર્યું હતું. હાઈકોર્ટના નિર્ણયથી અંબાજી મંદિર અને ગબ્બર મંદિરને જોડતા મહત્વાકાંક્ષી શક્તિ કોરિડોરના જમીન સંપાદનનો માર્ગ મોકળો થયો છે.

error: Content is protected !!