ડાંગના સાપુતારા-માલેગામ ઘાટમાર્ગમાં લીલા ધાણાનો જથ્થો ભરેલી પીકઅપ ગાડી પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. વિગતો અનુસાર મહારાષ્ટ્રના નાસિક તરફથી લીલા ધાણાનો જથ્થો ભરી સુરત તરફ જઈ રહેલી પીકઅપ ગાડી જે સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેના માલેગામ ઘાટમાર્ગમાં પલટી ગઈ હતી. ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતના બનાવમાં પીકઅપ ગાડીને ભારે નુકસાન પહોંચ્યું હતું. જ્યારે પીકઅપ ગાડીના ચાલક સહિત ક્લીનરને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.
