લોકસભાની વેલમાં હંગામો કરી રહેલા વિપક્ષી સાંસદોને પીએમ મોદીએ પાણીનો ગ્લાસ આપ્યો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લોકસભામાં બોલી રહ્યા હતા. ત્યારે વિપક્ષી સાંસદો હોબાળો કરી રહ્યા હતા. આ વચ્ચે એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં મોદી સાંસદોને પાણીનો ગ્લાસ આપી રહ્યા છે.રાષ્ટ્રપતિના અભિભાષણ પર લોકસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાનો જવાબ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બોલવાનું શરુ કરતા જ વિપક્ષી દળોએ સાંસદમાં હંગામો શરુ કર્યો હતો. લોકસભા સ્પીકર વારંવાર ના પાડવા જતા વિપક્ષી સાંસદો હંગામો કરી રહ્યા હતા. આ હંગામો થોડા સમય માટે ન હતો પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી બોલવાનું શરુ કર્યું ત્યારથી લઈ બોલવાનું બંધ ન કર્યું ત્યાં સુધી હંગામો ચાલુ હતો.

આ હંગામા વચ્ચે એવું થયું કે, જેની ચર્ચા માત્ર સદનમાં જ નહિ પરંતુ સોશિયલ મીડિયામાં પણ ખુબ થઈ રહી છે.પીએમ મોદીએ પોતાના ભાષણ વચ્ચે વિપક્ષી સાંસદોને પાણીનો ગ્લાસ ઓફર કર્યો હતો. જેઓ સરકાર વિરુદ્ધ નારા લગાવી તેના ભાષણ વચ્ચે હંગામો કરી રહ્યા હતા. એક વિપક્ષી સાંસદે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા પાણીના ગ્લાસને પણ પકડી લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ એક્શન સોશિયલ મીડિયા પર એક ટ્રેંડિંગ ટોપિક બની ગયો છે. આ વીડિયો પર સૌ લોકો પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જ્યારે વિપક્ષના સાંસદો વેલમાં હતા અને તેમને રોકવા માટે બૂમો પાડી રહ્યા હતા. જેના જવાબમાં પીએમ મોદીએ તેમને પાણીની ઓફર કરી હતી.

આને કહેવાય તમારી પોતાની સ્ટાઈલમાં જવાબ આપવો. પીએમ મોદીએ કહ્યું કે, જેમ જેમ ભારત આગળ વધી રહ્યું છે, તો સ્વાભાવિક છે કે, પ્રતિસ્પર્ધા પણ વધી રહી છે અને પડકારો પણ વધી રહ્યા છે. જેમને ભારતની પ્રગતિથી મુશ્કેલી છે. જે ભારતની પ્રગતિને પડકારના રુપમાં જુએ છે.તેઓ પણ ખોટી રણનીતિ અપનાવી રહ્યા છે. આ તાકાત ભારતની લોકશાહી, વસ્તી અને વિવિધતા પર હુમલો કરી રહી છે. અને આ ચિંતા માત્ર મારી નથી, આ ચિંતા છે, આ ચિંતા માત્ર સરકારની નથી, દેશની જનતા અને માનનીય સુપ્રીમ કોર્ટ સુધી સૌઈ આ વાતથી ચિંતિત છે. સુપ્રીમ કોર્ટે જે કહ્યું તે હું સદન સામે રાખવા માંગુ છું.

error: Content is protected !!