૬ મહિનામાં PM મોદીના ૧૩ દેશોના પ્રવાસ પાછળ રૂ.૭૪.૫ કરોડનો ખર્ચ

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફેબ્રુઆરીથી જુલાઈ ૨૦૨૬ દરમિયાન ૧૩ દેશોની સત્તાવાર મુલાકાત લીધી, જેના પાછળ કુલ રૂ.૭૪.૫ કરોડનો ખર્ચ થયો હોવાનું કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું છે.

કેન્દ્રીય વિદેશ રાજ્ય પ્રધાન પબિત્રા માર્ગરેટાના જણાવ્યા મુજબ, નોર્વે પ્રવાસ સૌથી મોંઘો રહ્યો, જેમાં રૂ.૧૭.૪૬ કરોડ ખર્ચાયા. ત્યારબાદ ઇઝરાયેલ (રૂ.૧૧.૯૨ કરોડ), સેશેલ્સ (રૂ.૮.૨૨ કરોડ), સ્વીડન (રૂ.૬.૩૩ કરોડ), મલેશિયા (રૂ.૫.૫૭ કરોડ), સ્લોવેકિયા (રૂ.૪.૭૭ કરોડ), ઇટાલી (રૂ.૪.૨૩ કરોડ), નેધરલેન્ડ (રૂ.૩.૬૦ કરોડ) અને યુએઈ (રૂ.૧.૯૭ કરોડ)ના પ્રવાસનો સમાવેશ થાય છે. ફ્રાન્સ પ્રવાસના ખર્ચની વિગતો હજુ જાહેર થઈ નથી.

સરકારે વધુમાં જણાવ્યું કે, ૨૦૨૧થી અત્યાર સુધી વડાપ્રધાનના વિદેશ પ્રવાસો પાછળ અંદાજે રૂ.૫૫૦ કરોડનો ખર્ચ થયો છે, જેમાં વર્ષ ૨૦૨૫માં ૨૩ દેશોના પ્રવાસ માટે સૌથી વધુ રૂ.૧૮૦ કરોડ ખર્ચાયા હતા.

error: Content is protected !!