તાપી જિલ્લામાં અસામાજિક તત્વોના ત્રાસને નાથવા માટે પોલીસ સક્રિય બની છે. પોલીસે ધાડ કરીને ફરાર થયેલા આરોપીને ઝડપી લીધો હતા સાથે જ તેને ઘટનાસ્થળે લઈ જઈ ધાડની ઘટનાને કઈ રીતે અંજામ આપ્યો તે બાબતે પોલીસે રિકન્સ્ટ્રકશન ની સાથેસાથે આરોપીનું સરઘસ પણ કાઢ્યું હતું.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વાલોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપીએ ધાડ ના ગુનાને સફળ અંજામ આપ્યો હતો, આ અંગેની પોલીસ ફરિયાદ નોંધાવ્યા બાદ તાપી પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ અને શોધખોળ હાથ ધરતા આરોપી દ્રવિડ વસાવાને ઝડપી પાડવામાં આવ્યો હતો. તાપી પોલીસ દ્વારા આરોપીને ઘટનાસ્થળે લાવી બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આવા અસામાજીક તત્વોથી કોઈને પણ ડરવાની જરૂર ન નથી તેવો સંદેશ આપ્યો હતો. તાપી પોલીસ આવા લોકો સામે કડક કાર્યવાહી કરીને તેમને કાયદાનો પાઠ ભણાવશે તેવી અસામાજિક તત્વોને ચીમકી આપી છે. આપને જાણવી દઈએ કે, આ પહેલા પણ તાપી પોલીસે સોનગઢ નગરમાં આરોપીઓનું સરઘસ કાઢી ચૂકી છે.