પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો, એક કિલોમીટર સુધી આરોપીની પાછળ ડ્રોન ઉડાવ્યું

ગુજરાતમાં ગુનાખોરી રોકવા માટે પોલીસ હાઇટેક ઉપાય અપનાવી રહી છે. દાહોદ પોલીસે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરને ઝડપી પાડ્યો હતો. દાહોદ સરહદી જિલ્લો છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ સાથે જોડાયેલા આ જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોય છે. થોડા દિવસ પહેલા એક મંદિરમાં ચોરી થઈ હતી. આ મામલે પોલીસે ચોરને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઝડપી પાડ્યો હતો.

પોલીસને ટેકનિકલ એનાલિસીસમાં ગુજરાતના મંદિરો તથા રાજસ્થાનના જૈન દેરાસરોમાં થતી ચોરી અને ઘરફોડને અંજામ આપતો આરોપી રાજેશ ઉર્પે રાજી લાલ ભાભોર, દાહોદના ગરબાડાનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ પોલીસે એક ટીમ બનાવી હતી. ટીમની કમાન એસપીને સોંપવામાં આવી હતી. આ ગેંગના મેમ્બરને પકડવા માટે તેના ઘરની આસપાસ પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ દરમિયાન જ્યારે આરોપીને પકડવા પોલીસ ગઈ ત્યારે તે ખેતરમાં ભાગી ગયો હતો.ખેતરમાં પાક ઉભો હોવાથી તેને પકડવો મુશ્કેલ હતો. જેથી પોલીસે એક કિલોમીટર સુધી આરોપીની પાછળ ડ્રોન ઉડાવ્યું હતું. જે બાદ તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછમાં તેણે કબૂલાત કર્યું કે, દાહોદ અને બાંસવાડાની અલગ-અલગ 10 સ્થાને ચોરી કરી હતી. આ ઉપરાંત તેણે ચોરી કરેલા ઘરેણા દાહોદના દિલીપ મણીલાલ સોનીને વેચ્યા હતા. પોલીસે આરોપી પાસેથી રૂપિયા 7,32,700ની કિંમતના સોના અને ચાંદીના આભૂષણ જપ્ત કર્યા હતા.

error: Content is protected !!