સુરત ડિંડોલી મધુરમ આર્કેડ-ર, એસ.વી. એન્ટરપ્રાઈઝમાં જુગાર રમવા બેસેલા સાતને પોલીસે રોકડા ૩૪,૪૦૦ રૂપિયા સાથે ઝડપી લીધા હતા.મળતી માહિતી પ્રમાણે શહેરના ડિંડોલી પોલીસે મધુરમ આર્કેડ-રમાં આવેલા એસ.વી. એન્ટરપ્રાઈઝમાં રેઈડ કરી હતી. આ દુકાનમાં જુગારધામ ચાલતો હોવાની બાતમી પોલીસને મળી હતી.
રેઈડ દરમિયાન અહીંથી રાજકુમાર કિષ્નાબિહારી શ્રીવાસ્તવ (રહે. આસ્તિક એપા. ડિડોલી), ધર્મેન્દ્રસિંહ જશવંતસિંહ ગોહિલ (રહે. ખરવાસા ગામા. વિપુલ ગોબર સાંખટ (રહે. દેસાઈ ફળિયું, ખરવાસાગામ, કિરણ યુવરાજ પાટિલ (હે. કેલાસનગર, ડિંડોલી), કિરીટ મનુ પટેલ (રહે. એમ્પાવર રેસી., ડિંડોલી). રામજી યાદવ (રહે. ગોપાલનગર, ગોડાદરા) અને રામચંદ્ર ભગવાનદિન ગૌતમ (રહે. કુબેરનગર, ગોડાદરા)ને દબોચી લીધા હતા. તેમની પાસેથી દાવ તથા છડતીના મળી ૩૪,૪૦૦ રૂપિયા રોકડા કબજે લેવાયા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ દુકાન અજય ચૌહાણ નામની વ્યક્તિ ચલાવતી હતી. તે બહારગામ ગયો હોય તેની ગેરહાજરીમાં તેમના બનેવી રાજકુમાર શ્રીવાસ્તવ પરિચિતો સાથે જુગાર રમવા મંડી પડયો હતો.