પોલીસને લાખોની રોકડ, સોનુ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો

અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામમાંથી SOGએ કાર્યવાહી કરી હતી.SOG પોલીસની ટીમે જીતાલી ગામમાંથી એક મકાનની તપાસ કરી હતી. જેમાં SOG પોલીસને લાખોની રોકડ, સોનુ અને ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. જે મામલે SOGએ 2 મહિલાઓની ધરપકડ કરી હતી. જ્યારે 2 પુરુષોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

મળતી માહિતી પ્રમાણે જીતાલી ગામમાં SOG પોલીસે તલાશી લેતા ઘરમાંથી કુલ 2.221 ગ્રામ ગાંજો, 26 લાખ રોકડ રુપિયા અને 29.6 તોલા સોનું મળી આવ્યું હતું.જે મામલે SOG પોલીસે કુલ 54.35 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે 2 મહિલાઓની ધરપકડ કરી હતી. અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.તેમજ તપાસ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!