સોશિયલ મીડિયામાં રોફ જમાવનારને પોલીસે પાઠ ભણાવ્યો

સુરત પોલીસ એક બાદ એક ટપોરીઓને પાઠ ભણાવી રહી છે,લોકોમાં ભય ફેલાય તે પ્રકારનો વીડિયો બનાવતા પોલીસ પણ એકશનમાં આવી છે અને આરોપીઓ સામે કાર્યવાહી કરી હતી. સુરતમાં સોશિયલ મીડિયામાં લોકોમાં ભય ફેલાય તે રીતે રીલ બનાવનાર સામે પોલીસે લાલઆંખ કરી છે,

 

પોલીસે લીંબાયતના અસ્ફાકને કાયદાનું ભાન કરાવ્યું છે અને અસ્ફાકનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ડિલીટ કરાવ્યું છે,અસ્ફાક સોશિયલ મીડિયામાં ભયજનક રીલ બનાવી લોકોમાં ભય ફેલાવતો હતો જેને લઈ સુરત પોલીસને આ વાત ધ્યાને આવી અને પોલીસે તેને ક્રાઈમ બ્રાન્ચમાં બોલાવી ગુનો નોંધ્યો અને કાયદાનું ભાન કરાવ્યું હતુ. અસ્ફાક સામે અગાઉ પણ મારામારી જેવા ગુન્હા નોંધાઈ ચૂક્યા છે.

error: Content is protected !!