દિલ્હી-ચેન્નાઈ ઈન્ડિગો ફ્લાઈટમાં પાવર બેંકમાં આગ, હૈદરાબાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

દિલ્હીથી ચેન્નાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરની પાવર બેંકમાંથી ધુમાડો નીકળ્યા બાદ આગ લાગતાં અફરાતફરી મચી ગઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટનું હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ ઘટનામાં તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સુરક્ષિત હોવાનું જણાવાયું છે.

મળતી માહિતી મુજબ, ઈન્ડિગોની ફ્લાઈટ 6E-6115 દિલ્હીથી ચેન્નાઈ જઈ રહી હતી ત્યારે એક મુસાફરની પાવર બેંકમાંથી ધુમાડો નીકળ્યો હતો. કેબિન ક્રૂએ તાત્કાલિક ફાયર સેફ્ટી સાધનોની મદદથી આગ પર કાબૂ મેળવ્યો હતો. ત્યારબાદ ફ્લાઈટને હૈદરાબાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.ઈન્ડિગોએ જણાવ્યું હતું કે, મુસાફરોને સુરક્ષિત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને તેમને ચેન્નાઈ પહોંચાડવા માટે વૈકલ્પિક વિમાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. ઘટનાને પગલે અધિકારીઓએ તપાસ શરૂ કરી છે. પાવર બેંકમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

error: Content is protected !!