ગુજરાતભરમાં હીટવેવની સ્થિતિ છે, ત્યારે સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં વીજળી ડૂલ થઈ છે.
સુરત તાપી, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો. જ્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કે, એક કલાકમાં વીજળી આવી જશે.
સમગ્ર ઘટનાને લઈને લોકો ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે.