મતચોરીના આક્ષેપો વચ્ચે રાહુલ ગાંધીનો પ્રહાર: મુખ્ય ચૂંટણી કમિશનરનું રાજીનામું માગ્યું

નવી દિલ્હી : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ અને ભાજપ પર પ્રહાર કરતાં મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ કરી છે. તેમણે લોકસભા સહિતની વિવિધ ચૂંટણીઓમાં ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કરીને મતચોરીના મુદ્દે તપાસ કરવાની માગ કરી હતી.રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે મતની સુરક્ષા કરવાની જવાબદારી ચૂંટણી પંચની છે. ભાજપને સત્તાવિરોધી લહેરની અસર કેમ થતી નથી તે અંગે અગાઉ સવાલો હતા, પરંતુ હવે તેના કારણો સમજાઈ રહ્યાં છે. હરિયાણા, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં સત્તાવિરોધી લહેર અચાનક ગાયબ થઈ જતી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.તેમણે વધુમાં કહ્યું હતું કે મતદારોના મતથી જ બંધારણને શક્તિ મળે છે. જો મતની સુરક્ષા નહીં થાય તો બંધારણ અને લોકશાહી સંસ્થાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાશે.

error: Content is protected !!