અમદાવાદમાં આરોગ્ય વિભાગના કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડા, મચ્છર બ્રિડિંગ મળી આવ્યા

અમદાવાદ : અમદાવાદ શહેરમાં આવેલ આંબલી રોડ પર આવેલ કન્સ્ટ્રક્શન સાઈટ પર આરોગ્ય વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બાંધકામ ચાલી રહ્યું છે અને જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરોડાના કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા તપાસ શરુ કરવામાં આવી હતી મચ્છર બ્રિડિંગને લઈ તપાસ શરુ કરવામાં આવી હતી. ઈન્દ્રપ્રસ્થ શિવાન્તા કન્સ્ટ્રક્શન સાઈટના બેઝમેન્ટ સહિતના વિવિધ જગ્યા પર તપાસ કરવામાં આવતા બેદરકારી હોવાનું જણાયું હતુ. જેને લઈ અગાઉ પણ 10 નોટિસ આપવામાં આવી છે. આમ છતાં આસપાસના રહેણાંક વિસ્તારોમાં રહેતા લોકોના આરોગ્ય જોખમાય એવી સંભવાનાઓને લઈ કાર્યવાહી કરવામાં આવી છે.

error: Content is protected !!