RAIN UPDATE : ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચોમાસાએ માઝા મૂકી છે. વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થતાં ઠેર ઠેર પાણી ભરાયા છે. રહેણાક વિસ્તારોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. દરમિયાન, હવામાન વિભાગે આગામી 5 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ આજે રાજ્યમાં વરસાદને લઇ અલર્ટ જાહેર કરાયા છે.

હવામાન વિભાગે આજે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યનાં બનાસકાંઠા સાબરકાંઠા, અરવલ્લી, સુરત નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં આજે અતિભારે વરસાદ પડી શકે છે. આ સાથે આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, રાજકોટ અમરેલી, ભાવનગર, બોટાદ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે.

error: Content is protected !!