દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર શરૂઆત થઇ છે મેહુલિયો અનરાધાર વરસી રહ્યો છે,વાદળો જાણે ધરતી ને તરબતર કરવા તૈયાર હોય તેમ જણાઈ રહ્યા છે. વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ જવાના બનાવો પ્રકાશમાં આવ્યા હતા. મેઘાના મંડાણ થતાં દક્ષિણ ગુજરાતની લોક માતાઓમાં નવા નીરની શરૂઆત થઈ છે બીજી તરફ મેઘરાજાનું આગમન થતાં ની સાથે જ વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.રાજ્યમાં લગભગ તમામ જગ્યાએ વરસાદ છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જિલ્લાના સાતેય તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સાર્વત્રિક વરસાદને પગલે નદી,નાળાઓ વહેતા થયા છે. સોમવાર નારોજ સવારે ૦૬થી સાંજે ૮ કલાક સુધીમાં એટલે કે ૧૪ કલાકમાં સૌથી વધુ સૌથી વધુ વરસાદ ડોલવણ અને વ્યારા તાલુકામાં ખાબક્યો છે,જયારે નીઝરમાં સૌથી ઓછો વરસાદ સરકારી ચોપડે નોંધાયો હતો.
તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.જિલ્લાના સાતેય તાલુકામાં વરસાદ વરસ્યો છે. વ્યારા અને ડોલવણ સહીતના વિસ્તારમાં પવન સાથે ઝરમર વરસાદ વરસ્યો હતો. જેને કારણે સ્થાનિક લોકો અને વાહનચાલકોને પારાવાર મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું. તાપી જિલ્લામાં વરસાદને પગલે નદી,નાળાઓ વહેતા થયા છે.રસ્તાઓ પર દોડતા વાહનોની ગતી પણ ધમી પડી ગઈ હતી. તારીખ ૨૩મી જુન સોમવાર નારોજ સવારે ૦૬થી સાંજે ૦૮ કલાક સુધીમાં એટલે કે ૧૪ કલાકમાં સૌથી વધુ વરસાદ ડોલવણ તાલુકામાં ૧૧૮ મીમી, વ્યારા તાલુકામાં ૮૪ મીમી, વાલોડ તાલુકામાં ૭૧ મીમી, સોનગઢ તાલુકામાં ૩૯ મીમી, કુકરમુંડા તાલુકામાં ૧૬ મીમી, ઉચ્છલ તાલુકામાં ૧૨ મીમી અને સૌથી ઓછો વરસાદ નિઝર તાલુકામાં ૦૭ મીમી સરકારી ચોપડે નોંધાયો હતો.