તાપી જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો : લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી

તાપી જિલ્લામાં છેલ્લા બે દિવસથી મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે.તાપીમાં તા.૨૩મી જુના નારોજ સવારે ૬ વાગેથી તા.૨૪મી જુન નારોજ સાંજે ૬ વાગે સુધીમાં એટલે કે,૩૬ કલાકમાં સાતેય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે.જેમાં સૌથી વધુ ડોલવણ,કુકરમુંડા અને નિઝર વરસાદ પડ્યો છે. સોમવાર નારોજ જિલ્લાનાં ત્રણ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યાં હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે.આમ તાપી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થતા લોકોએ ગરમીથી આંશિક રાહત અનુભવી હતી.

તાપી જિલ્લામાં તા.૨૩મી જુના નારોજ સવારે ૬ વાગેથી તા.૨૪મી જુન નારોજ સાંજે ૬ વાગે સુધીમાં એટલે કે,૩૬ કલાકમાં પડેલો વરસાદના આંકડા પર એક નજર કરીએ

  • ડોલવણ : ૨૨ મીમી
  • કુકરમુંડા : ૧૯ મીમી
  • નિઝર : ૧૮ મીમી
  • સોનગઢ : ૦૪ મીમી
  • વાલોડ : ૦૩ મીમી
  • ઉચ્છલ : ૦૨ મીમી
  • વ્યારા : ૦૧ મીમી

 

 

error: Content is protected !!