સુરતના ૧૦ વીવર સાથે ૭૧ લાખના ચીટિંગમાં રાજસ્થાની વેપારી પકડાયો

૧૦ વીવરના ૭૧ લાખ ઓહિયા કરી સુરત ટેક્સ્ટાઈલ માર્કેટની દુકાનને તાળાં મારી રફુચક્કર થઈ ગયેલા બે રાજસ્થાની વેપારી પૈકી એકની ઈકો સેલે ધરપકડ કરી હતી. સુરત શહેરના વરાછામાં શિરડીધામ સોસાયટી ખાતે રહેતા ચિરાગ કાનજી વાઘાણી (૩૪) કાપડ વેપારી છે.

કામરેજ, શેખપુર ખાતે શૃંગલ ટેક્સ્ટાઇલ પાર્કમાં ન્યાલ કરણ ફેબ્રિક્સના નામે ગ્રે કાપડનું યુનિટ ધરાવે છે. વર્ષ ૨૦૨૧માં કાપડ દલાલ સંદીપ વાણિયાએ ઓળખીતા વેપારી રાકેશ ભાર્ગવ સાથે પરિચય કરાવ્યો હતો. રાકેશ ભાર્ગવ સુરત ટેક્સ્ટાઇલ માર્કેટ ખાતે અંબા સિલેક્શનના નામે ફર્મ ધરાવતા હતા. રાકેશ ભાર્ગવ અને તેના સંબંધી મુકેશ ભાર્ગવ ઉધારીમાં ખરીદેલા માલના ૮.૧૦ લાખ ચૂકવવામાં આડોડાઈ કરતા હતા. અન્ય ૯ વેપારીના રૂ. ૬૩.૩૯ લાખ પણ સલવાયા હતા. ૧૦ વીવરને ૭૧.૪૯ લાખનો ચૂનો ચોપડી મોબાઇલ, દુકાન બંધ કરી વેપારી ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.

ક્રાઈમ બ્રાંચે ચિરાગ કાનાણીની ફરિયાદના આધારે અંબા સિલેક્શનના પ્રોપરાઈટરો મુકેશ બનવારીલાલ ભાર્ગવ, રાકેશ બાબુલાલ ભાર્ગવ (બંને મૂળ રાજસ્થાન) અને દલાલ સંદીપ વણિયા સામે છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો. દરમિયાન રાકેશ ભાર્ગવ (રહે. ખેતડીગામ, જિ. ઝુનઝુનુ, રાજસ્થાન) હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ હાજર થતા ઈકો સેલે ધરપકડની કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!