રાષ્ટ્રપતિ મુર્મુ મુખ્ય અતિથિ મેક્રોન સાથે કર્તવ્ય પથ પહોંચ્યા હતાં જ્યાં વડા પ્રધાન મોદીએ તેમનું સ્વાગત કર્યું હતું. શંખ, ઢોલ અને મૃદંગ સાથે કર્તવ્ય પથ પર ગણતંત્ર દિવસની પરેડ શરૂ થઈ હતી. પરેડનું સ્વાગત હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરીને કરવામાં આવ્યું હતું. પરેડ કમાન્ડર જનરલ ભાવનીશ કુમાર છે જ્યારે ડેપ્યુટી કમાન્ડર મેજર જનરલ સુમિત મહેતા છે.
પ્રથમ વખત, કર્તવ્ય પથ ત્રણેય સેનાની મહિલાઓ ટુકડીઓ જોવા મળી હતી છે, જેનું નેતૃત્વ લશ્કરી પોલીસના કેપ્ટન સંધ્યા કરી રહ્યા છે. ટ્રાઈ સર્વિસ ટુકડીમાં માત્ર મહિલા સૈનિકો છે. જેમાં નેવી, આર્મી અને એરફોર્સની મહિલા સૈનિકો છે. આ પહેલીવાર છે જ્યારે ટ્રાઈ સર્વિસની મહિલા ટુકડી કર્તવ્ય પથ પર એકસાથે કૂચ કરી રહી છે.T90 ભીષ્મ ટેન્ક કર્તવ્ય પથ પર ઉતર્યા હતા. જે ત્રીજી પેઢીની મુખ્ય યુદ્ધ ટેન્ક છે અને 125 mm સ્મૂથ બોર ગનથી સજ્જ છે.
આ ટેન્ક ચાર પ્રકારના દારૂગોળો ફાયર કરી શકે છે અને 5 હજાર મીટરના અંતર સુધી બંદૂકમાંથી મિસાઈલ છોડવાની ક્ષમતા પણ ધરાવે છે. સીમા સુરક્ષા દળની ઊંટ ટુકડી કર્તવ્ય માર્ગે આગળ વધી રહી છે. આ ટુકડીનું નેતૃત્વ ડેપ્યુટી કમાન્ડન્ટ મનોહર સિંહ ખેડી કરી રહ્યા છે. આ બીજી વખત છે જ્યારે મહિલા ઊંટ સવારો તેમના શણગારેલા ઊંટ પર પરેડમાં ભાગ લઈ રહી છે.
એરફોર્સ પછી કોસ્ટ ગાર્ડ અને પછી બીએસએફની ટુકડી કર્તવ્ય પથ પર ઉતારી હતી. આ ટુકડીમાં મહિલા અધિકારીઓનો સમાવેશ થાય છે. તેમની પાછળ સીઆઈએસએફની ટુકડી છે અને આ ટુકડી પણ સંપૂર્ણ મહિલા શક્તિથી સજ્જ છે.