Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

રજનીકાંતના મુવી THALAIVAR171 તથા અલગ અલગ આવનાર લેટેસ્ટ બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, ફરીયાદીઓ પાસે ફિલ્મમાં કાસ્ટ થવા માટે અલગ અલગ બનાવટી કોન્ટ્રાકટો પેટે નાણા મેળવી સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર અને દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં વોન્ટેડ સાયબર ઠગને ઝડપી પાડવામાં તાપી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ટીમને જોરદાર સફળતા મળી છે.

કોણે કઈ રીતે તપાસ હાથ ધરી ? પીએસઆઈ ડી.આર.બથવાર તથા કે.આર.પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લાભુભાઈ નાઓએ ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ રાજ્યમાં તપાસ હાથ ધરી હતી.

મળતી માહિતી પ્રમાણે તાપી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી.આહીર દ્વારા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાઓની માહીતી એકત્ર કરી એનાલીસીસ કરતા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ગુનાની તપાસમાં જેમાં ફરીયાદીશ્રી નાઓની દિકરીને રજનીકાંતના મુવી Thalaival171 મુવીમાં ચાઈલ્ડ એક્ટર તરીકેનુ કામ આપવાની લાલચ આપી વિશ્વાસમાં લેવા માટે બનાવટી કોન્ટ્રાકટ તેમજ કોર્ટના ખોટા સ્ટેમ્પડયુટી લેટરો તથા વિમાનયાત્રાની ટીકીટો મોકલી આપી, વ્હોટસએપ વિડીયોકોલ તથા ઓડીયોકોલમાં વાતચીત કરી બેંકના ક્યુઆર કોડના સ્કેનર મોકલી બેન્ક એકાઉન્ટોમાં અલગ અલગ ટ્રાન્જેકશનો મારફતે કુલ્લે રૂ.૧૧,૯૪૦૫૪/- ની સુરેશકુમારનુ નામ ધારણ કરનાર અજાણ્યા ઈસમે છેતરપીંડી કરી ઓનલાઇન ઠગાઈનો ગુનો આચરેલ હોય જે ગુનાની તપાસમાં સુરેશકુમાર કાસ્ટીંગના ઈન્ટરનેટ આઈ.પી.એડ્રેસની માહીતી આધારે ટેકનીકલ એનાલીસીસ કરી, આ આરોપી દ્વારા ઉપયોગ થતા ઈન્ટરનેટના એડ્રેસને વેરીફાઈ કરી,આ ઈન્ટરનેટ યુઝરની તપાસમાં પીએસઆઈ ડી.આર.બથવાર તથા કે.આર.પટેલ તેમજ પોલીસ કોન્સ્ટેબલ વિપુલભાઈ લાભુભાઈ નાઓને ઉત્તરપ્રદેશ તથા મધ્યપ્રદેશ રાજ્ય ખાતે મોકલી આપતા તપાસ કરનાર ટીમ દ્વારા સુરેશકુમાર કાસ્ટીંગનુ નામ ધારણ કરનાર આરોપીને વેરીફાઈ કરી આરોપી હર્ષદ આનંદ સપકાલ રહે-પ્લોટ નં ૩૫ સાંઈ પુજા એપાર્ટમેન્ટ, ફ્લેટ નં ૫, આઈટીઆઈ રોડ, સીટીઓ ભવન કાર્યાલય શેજારી કામટવાડા નાસીક મહારાષ્ટ્રનાને ઝડપી પાડ્યો હતો. સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેનો તેમજ દેશભરના અલગ અલગ કાસ્ટીંગ ફ્રોડ તથા અન્ય ફ્રોડના ગુનાઓ ડીટેકટ કરી પ્રશંસનીય કામગીરી કરી છે જે એક કાબિલે તારીફ છે.

આરોપી દ્વારા પોતાની ઓળખ આપવા માટે આપેલ અલગ અલગ નામોની વિગત : (૧) સુરેશકુમાર કાસ્ટીંગ (૨) પિયુશ શર્મા (૩) હર્ષ નાગપાલ/હર્ષદ નાગપાલ (૪) અર્શ નાગપાલ (૫) પ્રિતેશ જૈન, આ સિવાય પણ ઘણા અલગ અલગ નામોથી કાસ્ટીંગ તથા ઈન્વેસ્ટમેંટ ફ્રોડ કરેલ છે, તપાસ દરમ્યાન મળી આવેલ આરોપીનુ અસલ નામ : હર્ષદ આનંદ સપકાલ રહે-પ્લોટ નં ૩૫ સાંઈ પુજા એપાર્ટમેન્ટ, ફ્લેટ નં ૫, આઈટીઆઈ રોડ, સીટીઓ ભવન કાર્યાલય શેજારી કામટવાડા નાસીક મહારાષ્ટ્ર, આરોપી પકડાવવા ઉપર બાકી ગુનાઓ (વોન્ટેડ) : રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર મળી કુલ 10 જેટલા ગુન્હાઓમાં વોન્ટેડ છે.

આરોપી વિરુધ્ધ નોંધાયેલ NCCRP (1930) ફરીયાદો : (1) મહારાષ્ટ્રમાં કુલ 07 ફરિયાદો (2) કર્ણાટક (બેંગ્લોર)માં કુલ 05 ફરિયાદો (3) રાજસ્થાનમાં કુલ 2 ફરિયાદો (4) આંધ્રપ્રદેશમાં 02 ફરિયાદો (5) ગુજરાતમાં 01 ફરિયાદ (6) તેલંગાણામાં 01 ફરિયાદ (7) ઓરિસ્સામાં 01 ફરિયાદ (8) તમિલનાડુમાં 01 ફરિયાદ મળી કુલ 20 ફરિયાદ નોંધાઈ છે.એટલું જ નહીં આરોપીનો ગુનાહીત ઈતિહાસ છે સૌથી વધુ મહારાષ્ટ્રમાં ગુન્હાના નોંધાયા છે.

આ સિવાય આરોપી દ્વારા કરવામાં આવેલ ગુનાઓની કબુલાત : (1) મહારાષ્ટ્ર : લોણીકાંડ પોલીસ સ્ટેશન ખાતે અમન નામ ધારણ કરી નકલી પોલીસ બની લોકો પાસે નાણા મેળવવા બાબતે (2) મહારાષ્ટ્ર : અંબોલી પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીના ગુનામાં (3) મહારાષ્ટ્ર : અંબિકાનગર પોલીસ સ્ટેશન ખાતે છેતરપિંડીના ગુનામાં (4) મહારાષ્ટ્ર : કઠવાડ નગર પોલીસ સ્ટેશન ખાતે મારામારીના ગુનામાં (5) મહારાષ્ટ્ર : બાંદ્રા પોલીસ સ્ટેશન મુંબઈ ખાતે છેતરપિંડીના ગુનામાં (6) મહારાષ્ટ્ર : ઔરંગાબાદ પોલીસ સ્ટેશન જલના ખાતે છેતરપિંડીના ગુનામાં

આરોપી દ્વારા નાગરીકો સાથે કાસ્ટીંગ ફ્રોડ તેમજ ઈન્વેસ્ટેમેંટ ફ્રોડ કરવા માટે આપેલ સમાચાર એજન્સીઓમાં જાહેરાતોની લિંકો

(1) https://timesofindia.indiatimes.com/life-style/spotlight/suresh-kumar-announces-casting-for-rajinikanth-and-mohanlals-upcoming-movies/articleshow/105448730.cms (2) https://www.hindustanmetro.com/raghawa-lawrence-playing-thalaivar-171-casted-by-casting-director-suresh-kumar/ (3) https://www.filmibeat.com/promotions/thalaivar-171-movie-update-casting-director-suresh-kumar-371465.html (4) Harshad Nagpal cracks the Foreign Investing deal for investing in international stock marketRead more At: https://www.aninews.in/news/business/business/harshad-nagpal-cracks-the-foreign-investing-deal-for-investing-in-international-stock-market20220912121220/

આરોપી અગાઉ પકડાયેલ તે વખતે આવેલ ન્યુઝ રિપોર્ટસની લિંકો : (1) https://punemirror.com/pune/crime/fake-cop-nabbed-trying-to-flee-on-nashik-highway/cid5087346.htm (2) https://www.timesnownews.com/mumbai/article/mumbai-man-impersonates-as-casting-director-from-music-company-cheats-seven-aspiring-actors/728240?fbclid=lwY2xjawLgpEVIeHRuA2FlbQIxMQ ABHsUCILx1kSTIZIVPzwXSZyp5zNczax7q-PFhmt4LR72nVEjKlvYhwS90319u_aem_splokhbK7u9s2xg-y-fa6w&sfnsn = wiwspwa (3) https://indianexpress.com/article/cities/mumbai/man-held-for-impersonating-t-series-casting-director-to-cheat-acting-aspirants-7213071/ (4) https://www.business-standard.com/article/pti-stories/aspiring-actor-duped-of-rs-4-5-lakh-in-maharashtra-s-jalna-118052000465_1.html

કાસ્ટિંગ ફ્રોડથી બચવા માટેના ઉપાય: સાવચેત રહેવાના ટિપ્સ: (1) જાણીતી કાસ્ટિંગ એજન્સી કે પ્રોડક્શન હાઉસની ચકાસણી કરો , ઓફિશિયલ વેબસાઈટ, સોશિયલ મીડિયા પેજ, અથવા ઑફિસનો એડ્રેસ ચેક કરો, ફેક કંપનીઓ ફોટોશોપ કરેલી ઓળખ આપી શકે છે.પૈસા માંગે તો તરત શંકા કરો:કોઇ પણ ઓડિશન, ફિલ્મ રોલ કે મોડેલિંગ કામ માટે પહેલેથી પૈસા માંગતા લોકો અસલી નહીં હોય. અસલી કાસ્ટિંગ ડિરેક્ટર્સ ક્યારેય પૈસા નથી માંગતા. (2)રિસીવ્ડ કૉલ્સ/મેસેજમાં દબાણ લાગે તો નહિ કહો: “આજેય ડીસીઝન લો”, “ચાન્સ ચૂકશો”, “લિમિટેડ ઓપનિંગ છે” – આવું કહેતા હોય તો ચેતજો. (3)વિડીયો કૉલ ઓડિશન કે ખાસ નમૂના માંગે ત્યારે સાવધ રહો: કેટલીકવાર દુષ્ટ ઈરાદાવાળાઓ વિડીયો કે ફોટાની મદદથી પર્સનલ મટિરિયલ viral કરે છે.

error: Content is protected !!