મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢ પોલીસે અલગ-અલગ બેંકોમાં ફરી, લોકોને વિશ્વાસમાં લઈ, નજર ચૂકવી અને ચોરી કરતી ઈરાની ગેંગનાં એક બેજાબાજને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સોનગઢ પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ, ગત તારીખ 05/01/2024નાં રોજ જુનાગામમાં આવેલ SBIમાં રૂપિયા 46,000/- જમા કરવા આવેલ મહિલા કંચનબેન રવીન્દ્રભાઈ સોનાર પાસે આવી ઈરાની ગેંગનાં એક અજાણ્યા ઈસમે મહિલાને વિશ્વાસમાં લઈ તેમની પાસે નોટો વાઈઝ ગણી ભરવા પડશે તેમ કહી નોટો ગોઠવવાનાં બહાને તેમની પાસેથી હાથ ચાલાકી કરી રૂપિયા 46,000/- લઈ ફરાર થઈ ગયો હતો.આ મામલે મહિલાએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ મામલે પોલીસને ગુનાની તપાસ દરમિયાન SBI બેંકનાં CCTV ફૂટેજ તથા ટેકનીકલ એનાલીસ તથા હ્યુમન સોર્સીના ઉપયોગથી ગુનામાં સંડોવાયેલ આરોપી સરૂઅલી નૌશાદઅલી ઈરાણી (ઉ.વ.58., રહે.ઈન્દીરા નગર, હિંગણેમળા, નર્મદા કિશન કાંબળે શાળાની પાસે, હડપસર, પુણે, મહારાષ્ટ્ર)નાંને ગત તારીખ 17/01/2024નાં રોજ પુણે ખાતેથી ઝડપી પાડી તેના પાસેથી ચોરી ગયેલ મુદ્દામાલમાંથી રૂપિયા 10,000/-નો મુદ્દામાલ રીકવર કર્યો હતો.
તાપીમિત્રના ન્યુઝ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7820092500 પર hi લખી મોકલો
પોલીસે વધુ પૂછપરછ હાથ ધરતા, બીલાલ બૈરોશ ઈરાની (રહે.આંબાવલી, પટેલ નગર, કલ્યાણ, મહારાષ્ટ)નાંનું પણ નામ સામે આવ્યું હતું તેમજ આ બંને જણા બેંકોમાં ફરી લોકોને વિશ્વાસમાં લઈ, નજર ચૂકવી અને ચોરી કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. જોકે હાલ ઝડપાયેલ ઈસમનો ઈતિહાસ ગુનાહિત છે.વિશ્રામબાગ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 420 અને 34, બજાર સોલાપુર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 420 અને 34 અને ચંદનનગર પોલીસ સ્ટેશનમાં પણ IPC કલમ 392, 34નાં ગુના નોંધાયેલ છે.