ભુજ: પશ્ચિમ કચ્છ એલસીબીએ માંડવી મરીન પોલીસ મથકની હદમાં આવેલા ગુદીયાળી ગામે દરોડો પાડી નકલી આધારકાર્ડ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે આ મામલે બિલાલ અબ્દુલરઝાક સુમરા (ઉં.વ. ૨૮)ને ઝડપી પાડી નકલી આધારકાર્ડ અને દસ્તાવેજો બનાવવા માટે વપરાતાં સાધનો જપ્ત કર્યાં છે.
પોલીસને મળેલી બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં સ્થળ પરથી ચાર આધારકાર્ડ, તેની ઝેરોક્સ નકલો, આઈટીઆઈ સર્ટિફિકેટની નકલો, કમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને આધારકાર્ડ લેમિનેશન મશીન સહિતની સામગ્રી મળી આવી હતી.
આરોપી નકલી ઓળખકાર્ડ કયા હેતુથી બનાવતો હતો, આ દસ્તાવેજો કોને પહોંચાડવામાં આવ્યા હતા અને તેમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ( Courtesy )





