તાપી જિલ્લાના નિઝર તાલુકાની પ્રાથમિક શાળા કાવઠામાં તા.૨૮મી જુન નારોજ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આંગણવાડીમાં ૦૧ અને બાળવાટીકામાં ૦૬ બાળકો એમ કુલ ૦૭ બાળકોએ પ્રવેશ લીધો હતો.જેમાં શાળા તરફથી પ્રવેશ કીટનું વિતરણ પણ કરવામા આવ્યું હતું.ત્યાર બાદ શાળામાં ગત વર્ષે પ્રથમ ધોરણ ૦૩ થી ૦૫માં પ્રથમ ક્રમાંક એ આવેલ બાળકોને લખવાનું પેડ તેમજ બોલપેન અને ગત વર્ષ શાળામાં સૌથી વધુ હાજરી ધરાવનાર ૦૩ બાળકોને બોલપેન આપી તેમનું સન્માન કરવામાં આવ્યું.
આ ઉપરાંત શાળામાં તીથી ભોજનનાં દાતાશ્રી વિશાલ ભાઈ વળવિનું પણ શાળા પરીવાર વતી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનાં અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યું અને પછી સરકારશ્રી તરફથી બાળકો ને કયા કયા સાધનો કીટ, રમત ગમતનાં સાધનો સહાય કરવામાં આવે છે જેનું પ્રદર્શન વાલીઓ અને ટી.ડી.ઓ સાહેબશ્રી તેમજ લાયજન અધિકારીશ્રી સવિતાબેનએ નિહાળ્યું હતું.
ત્યારબાદ તાલુકા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષપણે એસએમ.સીની મીટીંગ કરવામાં આવી,આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાનાં આચાર્યશ્રી સંજયકુમાર જોષી તેમજ એમ.ડી.એમ સંચાલક મોતીરામભાઈ ખૂબ મેહનત કરી હતી.
આ કાર્યક્રમમાં જેમાં મુખ્ય મહેમાન તરીકે નિઝર ટીડીઓશ્રી રાહુલભાઈ પટેલ .લાયજન અધિકારીશ્રી સવિતાબેન મકવાણા, એસ.એમ.એસ અઘ્યક્ષ લક્ષ્મીબેન વળવી, સુનિલભાઈ, એમ ડી એમ સંચાલક મોતીરામભાઈ, મુખ્ય રસોયા,સહાયક રસોયા એસ.એમ.સી સભ્યો, આંગણવાડી સ્ટાફ તેમજ બહોળા પ્રમાણમાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.