“Age is Just a Number” : આજની ફાસ્ટ લાઇફમાં જ્યારે આપણે કેમ છો પૂછવાનો નો પણ સમય નથી રહેતો ત્યારે સિનિયર સિટીઝન ફોરમના પ્રેસિડેન્ટ ધીરેનભાઈ કોઠારી દર વર્ષે અવનવું આયોજન ફોરમનાં સભ્યો માટે કરતા હોય છે અને સાથો સાથ આપે છે એમને એમના બેટર હલ્ફ/ધર્મ પત્ની સેજલબેન કોઠારી. ૨૬ જાન્યુઆરી નિમિત્તે સિનિયર સિટીઝન ફોરમ, ઘાટકોપર દ્વારા પ્રજાસત્તાક દિવસની ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમાં ઉપસ્થિત તમામ સભ્યો વ્હાઇટ એન્ડ વ્હાઇટ પહેરવેશમાં અને અમુક સભ્યો રંગબિરંગી ટોપી પેહરી અને હાથમાં ભારતનો જંડો કરફાવી કેટ વોક કર્યો હતો,ત્યાર બાદ દેશભક્તિના ગીતો ૧૫ સભ્યો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા,જેથી આખખો માહોલ દેશભક્તિમય થઈ ગયો અને ફોરમનાં સૌથી સિનિયર સિટીઝ મહેન્દ્રભાઈ દોશી (૯૦) નું પુસ્તક વિમોચન કરવામાં આવ્યું હતું ત્યાં બાદ સ્વરૂચી ભોજન નું આયોજન કરવામાં આવ્યું હતું અને આ મહિને જે કોઈ સભ્યોના જન્મદિવસ હતા એની ઉજવણી કેક કાપી કરવામાં આવી હતી.
આજે ક્યારેક જીવનમાં એવી ભાવના આવે કે સમય ક્યાં અને કોની સાથે ગાળવો ત્યારે આવું નાનું મોટું આયોજન જીવનમાં રંગ ભરે અને થોડાક સમયનું માટે એક કેટેલીસ્ટ તરીકે કામ કરતું હોય છે. “છે તારી અંદર આનંદ તું ખોજ તો કર, દુનિયાની છોડી દે ફિકર તું તારી રીતે મોજ કર.”