જામનગર શહેમાં એક ફ્લેટમાંથી મહિલા સંચાલિત કૂટણખાનું ઝડપાયું હતું. કૂટણખાનું ચલાવતી મહિલા અમદાવાદ અને રાજકોટથી રૂપલલનાઓને બોલાવવામાં આવતી હતી. સમગ્ર મામલે પોલીસને જાણ થતાં દરોડા પાડીને કૂટણખાનું ઝડપી પાડ્યું હતું. પોલીસે 4 મહિલાની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જામનગરમાં આવેલા અંધઆશ્રમ આવાસના એક ફ્લેટમાં કૂટણખાનું ચલાવામાં આવતું હતું. જામનગર શહેર વિભાગના ડીવાયએસપીને ચોક્કસ બાતમી મળી હતી, કે જામનગર અંધઆશ્રમ આવાસના ત્રણ માળિયા બિલ્ડિંગમાં ફ્લેટમાં એક મહિલા દ્વારા બહારથી યુવતીઓ બોલાવીને કૂટણખાનું ચલાવાતું હતું.
સમગ્ર ઘટના મામલે પોલીસે કૂટણખાનું ચલાવનાર 55 વર્ષીય મહિલા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, કૂટણખાનું ચલાવતી મહિલા સિલાઈ કામ કરતી હતી. પરંતુ શોર્ટકટથી પૈસા મેળવવા મહિલાએ પોતાના ઘરમાં કૂટણખાનું ચલાવવાનું શરૂ કર્યું હતું. જેમાં મહિલાએ અમદાવાદથી બે અને રાજકોટથી એક એમ ત્રણ યુવતીઓ બોલાવતી હતી. ઘરમાંથી કૂટણાખાનું ઝડપાતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.





