નવી દિલ્હી: ઇન્ડોનેશિયાના જાવા સાગરમાં ૨૪૩ મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈ જતું વર્ગો ટ્રાન્સપોર્ટ-૮ જહાજ રવિવારે ખરાબ હવામાન વચ્ચે ડૂબી ગયું હતું. જહાજ સુરાબાયાથી બંજાર માસીન જઈ રહ્યું હતું.
જહાજમાં ૨૧૩ મુસાફરો અને ૩૦ ક્રૂ સભ્યો સહિત કુલ ૨૪૩ લોકો સવાર હતા. દુર્ઘટના બાદ હાથ ધરાયેલા સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશનમાં અત્યાર સુધી ૧૦૭ લોકોને બચાવી લેવાયા છે, જ્યારે ૬ મૃતદેહો મળી આવ્યા છે. ૧૩૦ લોકો હજુ લાપતા છે.રવિવારે સવારે ખરાબ હવામાનને કારણે જહાજ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. બપોરે લગભગ ૨ વાગ્યે જહાજ તરફથી છેલ્લો SOS સંદેશ મળ્યો હતો. ઘટનાની જાણ થતાં જ બંજાર માસીનમાંથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે લાપતા લોકોની શોધખોળ માટે રેસ્ક્યુ ટીમો સતત કામગીરી કરી રહી છે.





