ભાજપ શાસિત રાજ્યોમાં UCC લાગુ કરવાની તૈયારીના સંકેત

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ભાજપ શાસિત રાજ્યોમાં સમાન નાગરિક સંહિતા (UCC) લાગુ કરવાની દિશામાં આગળ વધી રહી હોવાના સંકેત કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યા છે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર સુધી ‘સેવા સંકલ્પ અભિયાન’ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.અમિત શાહે જણાવ્યું કે આ અભિયાન માત્ર ભાજપ પૂરતું મર્યાદિત નહીં રહે. તેમાં NDAના સહયોગી પક્ષો, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સામાન્ય નાગરિકોની પણ ભાગીદારી રહેશે. દેશભરમાં સેવા ભાવનાને કેન્દ્રમાં રાખીને વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાશે.અગાઉ વડાપ્રધાન મોદીના જન્મદિવસથી ગાંધી જયંતિ સુધી ‘સેવા સપ્તાહ’ની ઉજવણી થતી હતી. આ વખતે તેની સમયમર્યાદા વધારીને એક મહિના સુધી કરવામાં આવી છે.

error: Content is protected !!