મહેસાણામાંથી નકલી નંબર પ્લેટો વેચવાનું કૌભાંડ ઝડપાયુ છે. જેમાં RTO ની HRSP વાળી નંબર પ્લેટો ઝડપાઇ છે. જેમાં 79 બનાવટી નંબર પ્લેટો સાથે શખ્સ ઝડપાયો હતો. આજે SOG એ ઇમામખા નામના શખ્સને ઝડપી પાડ્યો હતો. પોલીસે ઈસમની ધરપકડ કરીને વધુ તાપસ હાથ ધરી છે.આ નંબર પ્લેટો કોને વહેંચતો હતો તે અંગેની વધુ તપાસ હાથ ધરાઈ છે.
મળતી માહિતી અનુસાર, મહેસાણામાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો મળી આવી હતી. મહેસાણાના નાગલપુરમાંથી RTOની નકલી નંબર પ્લેટો પકડાઈ હતી. નાગલપુરમાં આવેલા પ્રમુખ એન્કલેવ માર્કેટમાં ગેલેક્સી આર્ટ નામની દુકાનમાંથી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી. ઈમમાખા નામના શખસ પાસેથી RTO ની HRSP વાળી નકલી નંબર પ્લેટો ઝડપાઈ હતી. SOG એ બનાવટી નંબર પ્લેટો વેચવાનું રેકેટ ઝડપી પાડ્યું હતું. તેની પાસેથી કુલ 79 બનાવટી નંબર પ્લેટો ઝડપાઈ હતી. ઈમામકા પઠાન નામનો ઈસમ બનાવટી નંબર પ્લેટો સાથે મહેસાણા એસઓજીના હાથે ઝડપાઈ ગયો હતો.