મુંબઈ : સોનાક્ષી સિંહા અને ઝહીર ખાન પતિ-પત્ની બની ગયા છે. 23 જૂનના રોજ પરિવારની હાજરીમાં કોર્ટ મેરેજ કર્યા છે. જે દરમિયાન સોનાક્ષીએ વ્હાઈટ કલરની સાડી અને ઘરેણા પહેર્યા હતા. જેનું માતા પૂનમ સિંહ સાથે ખાસ કનેક્શન છે. પુનમ સિંહા અને શત્રુધ્ન સિંહાના લગ્ન 44 વર્ષ પહેલા 9 જુલાઈ 1980ના રોજ થયા હતા. સોનાક્ષી અને ઝહીર છેલ્લા 7 વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા.
હવે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડમાંથી પતિ-પત્ની બની ચુક્યા છે. કોર્ટ મેરેજ બાદ 37 વર્ષની સોનાક્ષીના લગ્નના લુકની ચર્ચાઓ થઈ રહી છે. કારણ કે, અભિનેત્રીએ લગ્નમાં સાડી પહેરી હતી. આ સાડી તેમની માતા પુનમ સિંહની હતી. જેમણે 44 વર્ષ પહેલા પોતાના લગ્નમાં આ સાડી પહેરી હતી. સોનાક્ષીએ સાડીની સાથે ઘરેણા પણ પહેર્યા હતા. સોનાક્ષી સિંહા અને ઈકબાલના રિસેપ્શનમાં સલમાન ખાન સહિત અનેક બોલિવુડ સ્ટાર પહોંચ્યા હતા.
રિપોર્ટ મુજબ સોનાક્ષીએ આ દિવસને ખાસ બનાવવા માટે તેમની માતાની સાડી પહેરવાનું પસંદ કર્યું હતુ. અભિનેત્રીએ લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. આ ફોટો પર લોકો બંન્નેને લગ્નની શુભકામના પણ પાઠવી રહ્યા છે.તેણે ફોટાની સાથે કેપ્શનમાં લખ્યું, “સાત વર્ષ પહેલા (23.06.2017) આ દિવસે અમે એકબીજાની આંખોમાં પ્રેમ જોયો અને તેને આગળ વધારવાનો નિર્ણય કર્યો.