સોનગઢના સેલટીપાડા ગામ નજીક ડામર વાળી કપચી ભરેલ એક ડમ્પર ઇકકો ગાડી ઉપર પલટી જતાં ઈકકો ગાડીનું કચ્ચરઘાણ વળી ગયો હતો.આ અકસ્માતના બનાવમાં ઇક્કૉ ગાડીનો ચાલક દિનેશભાઈ વસાવાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર સોનગઢ તાલુકાના સેલ્ટીપાડા ગામના માર્ગ ઉપર ૧૭મી જુન નારોજ ડામર વાળી કપચી ભરેલ એક ડમ્પર નંબર જીજે/૦૫/એવી/૬૮૪૭ ના ચાલકે માર્ગ પરથી પસાર થતી વેળા પોતાનું ક્બ્જાનું ડમ્પર બાજુમાંથી ક્રોસ થઇ રહેલ ઇક્કો ગાડી નંબર જીજે/૧૫/સીડી/૭૯૪૯ ઉપર પલ્ટી ખવડાવી હતી.આ ઘટના ઇક્કો ગાડીનો ચાલક દિનેશભાઈ અજેસિંગભાઈ વસાવાનું ઇક્કો ગાડીમાં દબાઈ જવાથી ગંભીર ઈજાઓના કારણે મોત નિપજ્યું હતું. મૃતક યુવક નર્મદા જિલ્લાના સગબારા તાલુકાના અમિયાર ગામનો રહીશ હોવાનું જાણવા મળ્યું છે.
મહત્વનું તો એ છેકે અકસ્માત સર્જી ડમ્પરનો ચાલક ઘટના સ્થળ પરથી નાસી છૂટયો હતો.અકસ્માત અંગેની જાણ સોનગઢ પોલીસ અને સ્થાનિક લોકોને થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.બનાવ અંગે મૃતક યુવકના પિતા અજેસિંગભાઈ મોગીયાભાઈ વસાવા ની ફરિયાદના આધારે સોનગઢ પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.