માલધારીઓ સાવધાન ! સોનગઢ પાલિકાએ ‘ઢોર પકડો’ અભિયાન શરૂ કર્યું

સોનગઢ નગરપાલિકા દ્વારા નગર વિસ્તારમાં રખડતા પશુઓ ટ્રાફીકને અડચણરૂપ-અકસ્માત ના થાય,તેમજ પશુઓથી કોઈપણ જાન હાનિ ના થાય તેમજ મે.નામદાર હાઈકોર્ટ તેમજ રાજ્ય સરકાર દ્વારા પણ વખતો વખત રખડતા ઢોર પકડવા બાબતે આદેશો કરવામાં આવેલ હોય જે આદેશના અમલના પગલે રખડતા ઢોરો પકડવા માટે નગરપાલિકાના મુખ્ય અધિકારી ધર્મેશભાઈ ગોહેલની સુચનાના ભાગરૂપે નગરપાલિકાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી રખડતા ઢોરોને પકડી ઢોર ડબ્બે પુરવામાં આવ્યા છે.

ગત ૦૭ દિવસમાં કુલ ૧૨ જેટલા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં મુકવામાં આવ્યા : આ અંગે પાલિકા સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર સોનગઢ નગરના વિસ્તારોમાં જાહેર રસ્તાઓ ઉપર રખડતા ઢોરો અડિંગો જમાવતા ટ્રાફીકની સમસ્યા સર્જાય છે,આ ઉપરાંત રખડતા ઢોરો અને આખલાઓના ત્રાસથી ઘણી વખત રાહદારીઓ અને વાહન ચાલકોને ગંભીર ઇજાઓ પણ થવાના બનાવો બને છે,નગરના માર્ગો પર રખડતા ઢોરો જોવા મળતા પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરો પકડવાની ઝૂંબેશ શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે.નગરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા પશુઓને પકડવા અભિયાન હાથ ધરીને ગત ૦૭ દિવસમાં કુલ ૧૨ જેટલા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં મુકવામાં આવ્યા છે,નગરપાલિકા દ્વારા ઝડપી પાડેલ રખડતા પશુઓને પાંજરાપોળ ખાતે મોકલવા કાર્યવાહી હાથ ધરાઈ હતી,તેમજ હજુ પણ નગર વિસ્તારમાં રખડતા ઢોર પકડવાની કાર્યવાહી ચાલુ હોવાનું જાણવા મળ્યું છે.

error: Content is protected !!