સોનગઢના રાણીઆંબા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડવામાં તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડની ટીમને સફળતા મળી છે.
મળતી માહિતી અનુસાર તાપી જિલ્લા એલસીબી અને પેરોલ ફર્લો સ્કોડના માણસો તા.૧૮મી જુનની રાત્રે સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ અનિરુધ્ધસિંહ અને જયેશભાઈ નાઓને સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે સોનગઢ તાલુકાના રાણીઆંબા ગામનાં ટાંકી ફળિયામાં રેડ કરી હતી આ રેડમાં અજય સુમનભાઈ ગામીત નામના બુટલેગરને ઝડપી પાડી તેના કબજામાંથી વિદેશીદારૂની કુલ બાટલીઓ નંગ-૪૧૧ જેની અંદાજિત કિંમત રૂપિયા ૨૭ હજારનો વિદેશી દારૂ પણ કબ્જે કરવામાં આવ્યો હતો.આ મામલે પોલીસે અજય ગામીતની અટકાયત કરી છે જ્યારે અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.