નવી દિલ્હી: દિલ્હીમાં ચૂંટણી પંચની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન ૨૦૦૨ની મતદાર યાદી સાથે વિગતો મેચ ન થવા સહિતની વિસંગતિઓના આધારે આશરે ૩૨ લાખ મતદારોને નોટિસ આપવામાં આવી છે. મતદાર યાદીમાં નામ જાળવી રાખવા માટે તેમને પોતાની યોગ્યતા સાબિત કરતા જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવાયું છે.
નોટિસ મેળવનારાઓમાં લાલકૃષ્ણ અડવાણી, અરવિંદ કેજરીવાલ, જગદીપ ધનખડ, એસ. જયશંકર, રેખા ગુપ્તા, અભિષેક સિંઘવી, કપિલ સિબ્બલ અને મનીષ સિસોદિયા સહિત અનેક જાણીતી હસ્તીઓનો સમાવેશ થાય છે.
અડવાણી, તેમની પુત્રી પ્રતિભા અને પુત્રવધૂ ગીતિકાની વિગતો ૨૦૦૨ની યાદી સાથે મેચ ન થતાં તેમને નોટિસ અપાઈ છે. જ્યારે તેમના પુત્ર જયંતની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થઈ હોવાનું જણાવાયું છે.ચૂંટણી પંચે સ્પષ્ટ કર્યું છે કે નોટિસ મેળવનારા મતદારોએ સંબંધિત ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસર (ERO) સમક્ષ જરૂરી પુરાવા રજૂ કરવાના રહેશે.





