મહારાષ્ટ્રની ખાંડ મિલો સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરના ભાવમાં ક્વિન્ટલે રૂ.૫૦નો ઘટાડો

ગત ઑક્ટોબર મહિનાથી શરૂ થયેલી વર્તમાન વર્ષ ૨૦૨૪-૨૫ની ખાંડ મોસમ માટે શેરડીના ટેકાના ભાવનો નિર્ણય લેવામાં વિલંબ થવાની સાથે સિઝનલ ડિસ્કાઉન્ટમાં વધારો થતાં ગઈકાલે મહારાષ્ટ્રની ખાંડ મિલો સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરના ભાવમાં ક્વિન્ટલે રૂ.૫૦નો ઘટાડો આવ્યો હતો અને વેપાર રૂ.૩૪૫૦થી ૩૪૯૦ આસપાસના મથાળે થયાના અહેવાલ હતા.મથકો પરના નિરુત્સાહી અહેવાલ ઉપરાંત સ્થાનિકમાં આજે રિટેલ સ્તરની માગ પણ ખપપૂરતી રહેતાં હાજરમાં સ્મોલ તથા મિડિયમ ગ્રેડની ખાંડના ભાવમાં નીચલા મથાળેથી અનુક્રમે ક્વિન્ટલે રૂ.૧૬ અને રૂ.૧૦નો ઘટાડો આવ્યો હતો.તેમ જ આજે મથકો પાછળ નાકા ડિલિવરી ધોરણે પણ ભાવ ક્વિન્ટલે રૂ.૨૫ ઘટી આવ્યા હતા.

સ્થાનિકમાં અંદાજે ૨૮થી ૨૯ ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ તેમ જ રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં ઉપાડ લગભગ ૨૭થી ૨૮ ટ્રકનો રહ્યો હતો.એકંદરે મથકો પરના નિરુત્સાહી અહેવાલ અને માગ ખપપૂરતી રહેતાં આજે સ્મોલ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ.૧૬ના ઘટાડા સાથે રૂ.૩૫૯૬થી ૩૭૨૨માં અને મિડિયમ ગ્રેડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ.૧૦ના ઘટાડા સાથે રૂ.૩૭૧૨થી ૩૮૮૦માં થયા હતા.વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં મથકો પાછળ ભાવમાં ક્વિન્ટલે રૂ.૨૫ના ઘટાડા સાથે સ્મોલ ગ્રેડના વેપાર રૂ. ૩૫૪૫થી ૩૫૮૫માં અને મિડિયમ ગ્રેડના વેપાર રૂ.૩૬૦૫થી ૩૬૫૫માં થયાના અહેવાલ હતા.

error: Content is protected !!