Suicide: પ્રેમી યુવાન સાથે તકરાર બાદ કપરાડાની સગીરા ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ચકચાર

કપરાડાના વારણા ગામે કેતકી ગામની ૧૮ વર્ષીય અને નિલોસી ગામની ૨૨ વર્ષીય યુવતીએ એકસાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈ જીવતર ટૂંકાવી લેવાની ઘટનાની શાહી હજી સુકાઈ નથી ત્યાં કપરાડાના એક ગામમાં રહેતી ૧૭ વર્ષીય સગીરાએ તેણીના ગામ અને નજીકમાં આવેલા એક ગામ વચ્ચેની સીમમાં આવેલા ઝાડની એક ડાળખી ઉપર ઓઢણી વડે ફાંસો ખાઈ લીધો હોવાની ઘટના બનતા અનેક રહસ્યો સર્જાયા છે. અંતિમ પગલું ભરનાર સગીરા કાપરાડાની એક શાળામાં ધો. ૧૨માં અભ્યાસ કરતી હતી. ઘટનાની જાણ નાનાપોંઢા પોલીસને કરાઈ છે. ઘટનાની જાણ થતાં જ પી.એસ. આઈ. સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસે મૃતક સગીરાની લાશનું પીએમ કરાવવાની તજવીજ શરૂ કરી છે.

ઘટના બાબતે મૃતક સગીરાના વાળીઓ બપોર બાદ ફરિયાદ નોંધાવવા માટે નાનાપોંઢા પોલીસ મથકમાં પહોંચ્યા હોવાનું નાનાપોંઢા પોલીસનાં સૂત્રોએ જણાવ્યું છે. પોલીસે હાલે અકસ્માત મોત મુજબ ગુનો નોંધી પ્રાથમિક તપાસ હાથ ધરી છે. સ્થાનિક રહીશોએ આપેલી માહિતી મુજબ કપરાડાના સીમાડે આવેલા ગામમાં રહેતી અને સગીરા તથા નજીકમાં આવેલા ગામમાં રહેતા એક યુવાન વચ્ચે પ્રેમસંબંધ હતા. સગીરા અને તેના પ્રેમી યુવાનના પરિજનો વચ્ચે બંનેની સગાઈ નક્કી કરવાના પ્રયાસ શરૂ કર્યા હતા. દરમિયાન સગીરા જે લગ્નપ્રસંગમાં રાત્રે ગઈ હતી. તે લગ્ન પ્રસંગમાં સગીરાનો પ્રેમી પણ આવ્યો હતો. જ્યાં બંને વચ્ચે કોઈક બાબતે તકરાર થઈ હતી. જે બાદ યુવાન અને સગીરા ઝપાઝપી થઈ હતી અને જે બાદ સગીરાનો પ્રેમી તેની સગીર પ્રેમિકાને તેની બાઈક પર બેસાડીને લઈ જતા લગ્નપ્રસંગમાં હાજર સ્થાનિક રહીશોએ નજરે નિહાળ્યો હતો. તે બાદ સગીરાએ અંતિમ પગલું ભરી લીધું હતુ. આ બાબતે ઊંડી તપાસ કરવામાં આવે તેવી માગણી મૃતક યુવતીના ગામના રહીશોમાં ઊઠી છે.

error: Content is protected !!