Surat : ઘરખર્ચના પૈસા મુદ્દે પત્ની સાથેના ઝઘડા બાદ રિક્ષાચાલકનો આપઘાત

અમરોલીમાં રહેતા રિક્ષાચાલકે એસિડ પી આપઘાત કરી લીધો હતો. મૃતકનો તેની પત્ની સાથે ઘરખર્ચના પૈસા બાબતે ઝઘડો થતા અંતિમ પગલું ભરી લીધું હોવાની શક્યતા સેવાઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ્રના વતની ૩૫ વર્ષીય મોસીમ મુસ્તાક શેખ હાલમાં અમરોલી કોસાડ આવાસમાં રહે છે, અને રિક્ષા ચલાવી પરિવારમાં પત્ની અને ત્રણ સંતાનનું ગુજરાત ચલાવતા હતા. ગત તા.૨૪મીએ મોસીમે ઘરે એસિડ પી આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેથી પરિવારજનો તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન શનિવારે બપોરે તેનું મોત નીપજ્યું હતું. મોસીમનો તેની પત્ની સાથે ઘરખર્ચના પૈસા બાબતે ઝઘડો થયો હતો. જે વાતનું માઠું લગાડી મોસીમે અંતિમ પગલું ભરી લીધું હતું. આપઘાતના બનાવ અંગે અમરોલી પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.

Salute Tapi Police : રજનીકાંતના મુવી તથા બોલીવુડ ફિલ્મમાં રોલ આપવાની લાલચ આપી, સુરેશકુમાર કાસ્ટીંગના નામથી ફ્રોડ કરનાર સાયબર ઠગને ઝડપી પાડ્યો, દેશભરના અલગ અલગ રાજ્યોના દસ જેટલા ગુનાઓમાં પણ વોન્ટેડ હતો

error: Content is protected !!