સુરત STએ પ્રયાગરાજ માટે ૪૪ ટ્રિપ દોડાવી, ૧.૫૦ કરોડની આવક થઈ હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે. સુરત એસટી વિભાગીય કચેરી દ્વારા પ્રાપ્ત વિગતો અનુસાર સુરત એસટી વિભાગે ૪થી ફેબ્રુઆરીથી ૨૬મી ફેબ્રુઆરી સુધી પ્રયાગરાજ માટેની સ્પેશિયલ બસ દોડાવી હતી. કુલ ૪૪ ટ્રિપ દોડાવી હતી. આ ૪૪ ટ્રિપ થતી સુરત એસટી નિગમને ૧.૫૦ કરોડ રૂપિયાની આવક થઈ હતી. જ્યારે ૧૮૦૦ જેટલી મુસાફરોએ સુરત એસટી મારફતે મહાકુંભ જઈ ગંગામાં ડૂબકી લગાવી હતી. સુરત ઉપરાંત અમદાવાદ, વડોદરા અને રાજકોટથી પણ પ્રયાગરાજની સ્પેશિયલ બસ દોડાવવામાં આવી હતી. સરકારી બસમાં સલામતીને ધ્યાને લઈ મોટી સંખ્યામાં મુસાફરોએ લાભ લીધો હતો. એસટી વિભાગ દ્વારા પ્રયાગરાજ માટે બસ શરૂ કરવાની જાહેરાત થતાની સાથે જ સ્થિતિ એ હતી કે મોટાભાગની બસ એડવાન્સમાં જ ફૂલ થઈ ગઈ હતી.
