Tapi : ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલથી સાગી લાકડા તસ્કરીનો પર્દાફાશ : બે ગુનેગારોને પકડી લેવામાં આવ્યા

તાપી જિલ્લાના નાયબ વન સંરક્ષક પુનિત નાયર સૂચના અને માર્ગદર્શનનાં હેઠળ વ્યારા વનવિભાગ ઉનાઇ રેંજના સ્ટાફ દ્વારા ચૂનાવાડી ખાતે જંગલમાં રેડ કરતાં એક ટાટા ટેમ્પો નંબર.જીજે-05-BT-8368 સાગી લાકડા સાથે પકડાયો હતો. ગુજરાતમાં પુષ્પા સ્ટાઇલથી સાગી લાકડાને ડાંગ અને વલસાડ માંથી કટીંગ કરી અંબિકા નદીમાં વહેવડાવી ચૂનાવાડીનાં જંગલ પાસે રાતના અંધારનો લાભ લઇ ભરતાં હતા. જેની જાણ ઉનાઈ રેંજના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીને થતાં ત્યાં સ્ટાફ સાથે જાપ્તો ગોઠવી પકડવામાં આવ્યા હતા.જેમના કેટલાક ગુનેગારો અંધારાનો લાભ લઈ ભાગી છુટ્યા હતા જયારે બે ગુનેગારોને પકડી લેવામાં આવ્યા હતા જેમાથી (1) નીરવભાઈ રણજીતભાઈ ચૌધરી ગામ ચૂનાવાડી(2) દિલીપ જેઠાભાઇ ગામીત ગામ ધરમપુરી  બાકીના ગુનેગારોની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

error: Content is protected !!